ABOUT SCHOOL

                                          શ્રી સાગર પ્રાથમિક શાળાની સ્થાપના 15/07/1985 માં થઈ હતી. આ શાળા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા શિક્ષણ સમિતિ -  અમરેલી દ્વારા સંચાલિત છે. આ શાળા અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલી શહેરી વિસ્તારની શાળા છે. આ શાળામાં મોટાભાગે માછીમાર સમાજના બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 1 થી 8 સુધી સહશિક્ષણ આપવામાં આવે છે. શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગનો સમાવેશ થતો નથી. આ શાળામાં વર્ષ – 2011 થી ધોરણ 8 સમાવવામાં આવેલ છે. આ શાળામાં વર્ષ – 2013 થી ધોરણ – 1 થી 4 માં પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં – M. A. , M. ED. B. SC. , P.T.C. જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો શિક્ષણકાર્ય કરાવે છે. આ શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂક પણ થયેલી છે.
                                         શાળામાં કમ્પ્યુટર લેબ , પ્રયોગ શાળા, રમતનું  મેદાન, કુમાર – કન્યા માટે અલગ ટોઇલેટ, ઇન્ટરનેટ જોડાણ વગેરે જેવી સુવિધાઓ છે. હાલ શાળાના નવા બિલ્ડિંગનું કામ ચાલુ હોય, શાળામાં પાલી પદ્ધતિ ચાલે છે. ગત શૈક્ષણિક વર્ષ – 2014-15 માં શાળામાં 241 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ 22 શૈક્ષણિક નિરિક્ષણ થયા હતા. શાળામાં માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણ આપવામાં આવે છે. શાળાનું શૈક્ષણિક સત્ર જૂન માસથી ચાલુ થાય છે. શાળામાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં GCERT, DIET વગેરે જેવી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ નૂતન અભિગમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
                                        આ શાળામાં RTE અનુસાર શાળા વ્યવસ્થાપન સમિતિ કામ કરે છે. જે શાળા વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. શાળામાં બાળકોનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE) થાય છે. શાળા RTE ના નિયમાનુસાર બાળકોના રેકર્ડની સંપૂર્ણ જાળવણી કરે છે. હાલ શાળામાં 16 શિક્ષકો કામ કરે છે. શાળામાં શિક્ષક-વિદ્યાર્થી રેશિયો (PTR) કાયમી જળવાયેલ રહે છે.

No comments:

Post a Comment