PRINCIPAL'S MESSAGE

                      " આચાર્યશ્રીનો  સંદેશ "








બી.સી.વાઢેળ
           ( M.A., B.Ed., M.A.Ed. )

                                            

                                શિક્ષણ અથવા કેળવણી શબ્દનો સંકુચિત અર્થ સમજવો એ ઘાતક છે. શિક્ષણ શબ્દ જ વિસ્તૃત છે. શિક્ષણ એ જીવનથી મૃત્યુ પર્યંત ચાલતી  પ્રક્રિયા છે. અર્થાત કે માણસ પારણાથી માંડીને કબર સુધી કઈકને કઈક શિખતો જ રહે છે.  

                               

                              કેળવણીનું મુખ્ય કાર્ય માણસને સ્વતંત્ર થવાનું શિખવે છે. અર્થાત કે માણસ સ્વતંત્ર વિચારતો થાય નહિઁ કે માનસિક ગુલામ બને....... સવેદનશીલ બને નહિઁ કે માત્ર સ્વાર્થી...... કેળવણી પ્રાપ્ત કરી માણસ માનવીય સવેંદનાઓથી સભર બનવો  જોઈએ.

                            

                             કેળવણી દ્વારા શ્રેષ્ઠ માણસનું ઘડતર કરવું એ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. ઈશ્વરે આપેલા જીવનનો માનવ કલ્યાણ માટે ઉપયોગ થાય તો જ શિક્ષણ સાર્થક થયું કહેવાય.  

                             

                             આવો સૌ સાથે મળી શ્રેષ્ઠ માનવ ઘડતર દ્વારા સર્વ શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ કરીએ......

No comments:

Post a Comment